મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તા.૪ના રોજ વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. જેમાં વુગા જેજીવાય ફિડરમા આવતા ધુુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તારમા સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીવીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.