એસઓજી ટીમ દ્વારા ઓનેસ્ટ હોટલ નજીકથી મોરબીના શખ્સને દબોચી લેવાયો મોરબી : મોરબી એસઓજી ટીમ દ્વારા માળીયા હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ નજીકથી મોરબીના શખ્સને પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લઇ આર્મ્સ એકટ મુજબ કાર્યાવહી કરી હતી. મોરબી એસઓજી પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભીમસર ચોકડી પાસે પહોચતા બાતમી મળી હતી કે, એક શખ્સ સુરજબારી પુલ ઉપરથી માળીયા બાજુ બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનુ એક્સેસ લઇને નિકળનાર છે અને જેને શરીરે ભુખરા કલરનુ ટી-શર્ટ તથા કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે, આ શખ્સ પાસે પીસ્તોલ જેવુ હથિયાર છે. બાતમીને પગલે એસઓજી ટીમે ભીમસ૨ ચોકડીથી માળીયા અવધ હોનેસ્ટ હોટલ સામે આવેલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હનીફ ઉર્ફે નંઢો મહમદભાઇ જેડા, રહે.કુબેર ટોકીઝની પાસે કુબેરની ધાર મફતીયાપરા મોરબી વાળો પસાર થતા આ શખ્સની અંગ ઝડતી કરતા નેફામાંથી એક દેશી પીસ્તોલ તથા ખિસ્સામાંથી ચાર જીવતા કાર્ટીઝ મળી આવતા પીસ્તોલની કિંમત રૂપીયા 10 હજાર અને ચાર જીવતા કાર્ટીઝની કિંમત રૂપીયા 400 તેમજ 30 હજારનું એક્સેસ મોટર સાયકલ સહિત 40,400નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધવવામાં આવ્યો હતો.