મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગદળ દ્વારા અધિક શ્રાવણ માસમાં બૂઢા અમરનાથની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની સનાતની હિંદુ પ્રજાને આ યાત્રાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ યાત્રા 16 ઓગસ્ટ 2023ના રોજ શરૂ થશે, યાત્રા માટેનું બુકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે. બુકિંગ માટે બાલાજી મલટી સ્ટોર,આનંદ શોપીંગ સેંટર, વોરાબાગ પાસે, અનામ ઘુધરાની બાજુમાં, મોરબી -૨ ખાતે સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં કરાવવું. વધુ માહિતી માટે કમલભાઈ દવે મો.9595688888 નો સંપર્ક કરવા જણાવાયું છે.