મોરબીઃ હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે એટલે કે ગઈકાલે તારીખ 2 જૂનના રોજ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલીમાં તમામ વિસ્તારોના અને સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ શિવાજી મહારાજની વેશભૂષામાં આકર્ષણ જમાવ્યું હતું. આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં કાર અને ટુ-વ્હીલર પણ જોડાયા હતા. મશાલ રેલી રાત્રે 9:00 કલાકે અલગ અલગ બે રૂટમાં નીકળી હતી. જેમાં પ્રથમ રૂટમાં મશાલ રેલી ઉમા ટાઉનશિપ, બાલા હનુમાન મંદિર, આશાપુરા પાન સ્ટોર, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, રામકૃષ્ણ ગરબી ચોક, કુળદેવી પાન થઈ મહારાણા પ્રતાપ સર્કલે સંપન્ન થઈ હતી. જ્યારે બીજા રૂટમાં પાવન પાર્ક (મેલડી માતાનું મંદિર), ઋષિકેશ વિદ્યાલય, રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ મેઇન રોડ, મહારાણા પ્રતાપ સર્કલ સુધી યોજાઈ હતી.