હસ્તકલા સેતુ યોજના અંતર્ગત સ્ત્રીઓને પગભર બનવા તરફ ડગલું ભરવા અંગે માર્ગદર્શન અપાયું ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સમાજ ભવનમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઇ ગ્રુહ ઉદ્યોગની માહિતી મેળવી પગભર બનવા તરફ ડગ માંડ્યા હતા. આ તકે હસ્તકલા સેતુ યોજના મોરબીના ડિસ્ટ્રીક્ટ લીડ ઓફિસર નીરવ ભાલોડિયા, ડીપીઓ ચંદ્રેશ રાઠોડ, સીએલ જય કુમાર જોશી, સામાજિક અગ્રણી ગિતાબેન સરડવા સહિતના મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી માહીતગાર બન્યા હતા.