મોરબી : મોરબીના આંગણે ભજનમઢી ધારીના મહંત રસીકગીરી બાપુની ભાવની સંતવાણી સાત દિવસ સુધી યોજાશે. સીતારામ ગૌશાળા અને સમસ્ત પાનેલી ધામ ખાતે સાત દિવસ સુધી ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 5 જૂનના રોજ રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમમાં રાહુલ રાવળ, ધીરજ ઓડેદરા અને અમીષ વાઘેલા ભજનની રમઝટ બોલાવશે. તારીખ 6 જૂનના રોજ 9 કલાકે રાત્રે સંતવાણીના આરાધક મનહરદાન ગઢવી, ભુરા ભગત, કિર્તી બારોટ અને ઉસ્તાદ મુકેશ બારોટ ભજન થકી આરાધના કરશે. તો 7 જૂનના રોજ વિજય ગઢવી, પ્રકાશ ગોહિલ અને બાળ કલાકાર સંતવાણી કાર્યક્રમમાં હાજર રહેશે. 8 જૂનના રોજ દિપકબાપુ હરીયાણી, વિવેક ભાનુશાળી અને મહેશ મારાજ સંતવાણી કાર્યક્રમમાં ભજનની રમઝટ બોલાવશે. 9 જૂનના રોજ સંતવાણી કાર્યક્રમમાં પરષોતમપરી બાપુ, દલસુખ પ્રજાપતિ અને ઉસ્તાદ જીતુ બગડા હાજર રહી સંતવાણી કાર્યક્રમમાં ભજન રજૂ કરશે. સાત દિવસ સુધી દરરોજ રાત્રે 9 કલાકે સીતારામ ગૌશાળા તથા સમસ્ત પાનેલી ધામ ખાતે યોજાનાર આ સંતવાણી કાર્યક્રમમાં પ્યારેરામ સાઉન્ડ સાણથલીનો સાથ સહકાર મળશે. અને સ્ટાર ફોટો ફિલ્મ યુટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.