મોરબી: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરિણામમાં વાંકાનેરના રંગપર ગામના આલ ભરતે 99.99 PR મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારે મોરબીના શકત સનાળાની ધર્મનગર સોસાયટી દ્વારા આલ ભરતનું સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા આલ ભરતને મોં મીઠું કરાવી પુષ્પનો હાર પહેરાવી સન્માન કરાયું હતું. મહત્વનું છે કે, આલ ભરતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 99.99 PR અને 95.29 % મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.