મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામના બસસ્ટેન્ડ નજીકથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા મૂળ ધ્રાંગધ્રા અને હાલ પંચાસર રોડ મોરબી ખાતે રહેતા મહેશ કમાભાઈ મેથાણીયાને પકડી લઈ બાઈકના કાગળો માંગતા આરોપીએ સંતોષ કારક જવાબ નહિ આપતા આગવી ઢબે પૂછપરછ કરતા આ બાઈક રવિરાજ ચોકડી નજીકથી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીને વિધિવત અટકાયતમાં લઈ 25 હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કર્યું હતું.