કેદીએ જેલમાં જ ઉચ્ચ અભ્યાસની ડિગ્રી પણ મેળવી મોરબી : મોરબીમાં આજીવન સજા ભોગવતા કેદીને સારી વર્તણૂક બદલ વહેલી જેલ મુક્તિ મળી છે. આ કેદીએ જેલમાં જ ઉચ્ચ અભ્યાસની ડિગ્રી પણ મેળવી હતી. મોરબી સબ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી હિતેશ ઉર્ફે બાવકો શિવશંકર દવે કે જેઓએ ૧૪ વર્ષની સજા પૂરી થતાં સારી વર્ણતુક રીતે પસાર કરી જેલ માંથી ઉચ્ચ અભિયાસ ડિગ્રી મેળવેલ છે. તેને ધ્યાને લઈ કલેકટના અધ્યક્ષ સ્થાને જેલ એડવિઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. જેને આજીવન કેદની બાકીની સજા માફ કરી c.r.p.c૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિના હુકમો સરકાર, તેમજ જેલોન ઇન્સ્પેક્ટર જનરલ અમદાવાદથી થતા આજરોજ જેલ મુકત કરવામાં આવેલ છે.