મોરબી : મોરબી ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ પ્રસંગે તા ૨ જૂન અને ૭ જૂનના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.પ્રેમપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી અને શ્રી હરિયુવા જ્યોતના યુવાનો તેમજ સંસ્કાર બ્લડ બેંક દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ પ્રસંગે તા. ૨ જૂનને શુક્રવારે, તા. ૭ જૂનને બુધવારે રાત્રે ૮:૩૦ થી ૧૧ કલાકે સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કુલ પાછળ, મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા માટે 9879332322, 9979307722, 9898250564 પર સંપર્ક કરવા જણાવાયું છે.