મોરબી : તાજેતરમાં તમિલનાડુના ઊટી ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા 7- A સાઈડ ફુટબોલ ચેમ્પિયનશીપમાં મોરબીની ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલના ફુટબોલના ખેલાડીઓએ સિલ્વર મેડલ જીતી મોરબીને ગૌરવ અપાવ્યું છે. ઓલ ઈન્ડિયા 7- A સાઈડ ફુટબોલ ચેમ્પિયનશીપમાં મોરબીની ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં મસોત એંજલ ભાવેશભાઈ, સંઘાણી હેત શૈલેષભાઈ, થદોડા પ્રણવ રોહિતભાઇ, અઘારા હર્ષ અજયભાઈ સાથે અન્ય ખેલાડીઓની ટીમ ભાગ લેવા ગઈ હતી. જેમાં ખેલાડીઓએ પોતાની રમતનું સારું પરફોર્મન્સ આપી ફાઈનલ સુધી પહોંચ્યા હતા. ફાઈનલ મેચ કર્ણાટક સામે રસાકસી ભર્યો રહ્યો જેમાં અંતિમ ક્ષણોમાં કર્ણાટકની ટીમે એક ગોલ કરતા ગુજરાતની ટીમ 1-0 ગોલથી હારી ગયેલા, જેથી ગુજરાતની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલના ભાગ લીધેલા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ મસોત એંજલ ભાવેશભાઈ અને સંઘાણી હેત શૈલેષભાઈ તો તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧૦ના પરીક્ષામાં પણ સારા માર્કસ મેળવ્યા છે.