એક પક્ષે લોખંડનો પાઇપ માર્યાની તો બીજા પક્ષે કુહાડી મારવાની સાથે મોટર સાયકલમાં તોડફોડની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે જુના ઝઘડાના મનદુઃખમા બે પક્ષે ઝઘડો થતા એક પક્ષે લોખંડનો પાઇપ માર્યાની તો બીજા પક્ષે કુહાડી મારવાની સાથે મોટર સાયકલમાં તોડફોડની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા સંગીતાબેન નીતિનભાઈ પરમાર નામના પરિણીતાએ આરોપી ચંદ્રેશ અને ભાવેશ રહે. બન્ને રફાળેશ્વર વાળા વિરુદ્ધ જુના ઝઘડાના મનદુઃખમાં તેણીના પતિ નિતીનભાઈને પગમાં લોખંડનો પાઇપ મારી ઇજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી હતી. સામાપક્ષે ભાવેશભાઈ ગુલાબભાઈ મૂછડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી નીતિન ઉર્ફે બેરો વાલજીભાઈ તેમજ પ્રકાશ વાલજીભાઈ પરમાર વિરુદ્ધ જુના ઝઘડા બાબતે સમજાવવા જતા નીતિન અને પ્રકાશે પગમાં કુહાડીનો ઘા ઝીકી સાહેદ કિશમના એક્સેસ મોટર સાયકલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.