રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત મોરબી : મોરબીના સાપર અને ગાળા ગામ વચ્ચે પુલિયા ઉપર કન્ટેનર ચાલકે ઓટો રીક્ષા સાથે મોરેમોરો દાબી દઈ અકસ્માત સર્જતાં રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સાપર ગામથી ગાળા ગામ તરફ સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - U - 5627 લઈને જઇ રહેલા સાહિલભાઈ સોંડાભાઈ સિહોરાની રીક્ષા સાથે સામેથી આવતા ટ્રક કન્ટેનર નંબર જીજે - 12 - BV - 6717ના ચાલકે મોરેમોરો ભટકાડી દેતા રીક્ષા પલ્ટી મારી જતા સાહિલને માથા, છાતી અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.