ટૂર્નામેન્ટના પ્રારંભે પોલીસ - રેવન્યુ અને ડૉક્ટર્સ - પ્રેસ ટીમ વચ્ચે મૈત્રી મેચ યોજાઇ એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેકટર જી.ટી પંડ્યાએ શાનાદર બેટીંગ અને બોલીગ કરી રેવન્યુ સામેની મેચમાં પોલીસની ટીમ અને પત્રકારો સામેની મેચમાં ડોક્ટરોની ટીમ વિજેતા મોરબી : મોરબી પોલીસ વિભાગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ગઈકાલે પ્રારંભ થયો છે, ટુર્નામેન્ટના પ્રારંભે પોલીસ અધિકારીઓ અને રવેન્યુ વિભાગના અધિકારીઓ તેમજ પત્રકારો અને ડોક્ટરો વચ્ચે બે ફ્રેન્ડલી મેચો રમાઇ હતી. એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેકટર જી.ટી પંડ્યાએ શાનાદર બેટીંગ અને બોલીગ કરી હતી. રેવન્યુ સામેની મેચમાં પોલીસની ટીમ અને પત્રકારો સામેની મેચમાં ડોક્ટરોની ટીમ વિજેતા થઈ હતી. સામાન્ય રીતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત માનસિક તણાવ હેઠળ કામગીરી કરે છે ત્યારે પોલીસ વિભાગની ટીમ સ્પીરીટ જળવાઈ રહે અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની સાંકળ વધુ મજબૂત બને તે માટે થઈને સમયાંતરે જુદી જુદી રમતગમત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોરબી ડિસ્ટ્રીક પોલીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી જિલ્લામાંથી જુદા જુદા પોલીસ મથકો અને જુદી જુદી શાખાની કુલ મળીને આઠ ટીમો વચ્ચે ચાર દિવસ સુધી રાત્રિ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં અવાયું છે અને શુક્રવારે સાંજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ તેમજ ડોક્ટર અને પત્રકારોની ટીમ વચ્ચે બે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ વચ્ચેના મેચમાં ભારે રસાકસી વચ્ચે પોલીસની ટીમ વિજેતા બની હતી જ્યારે ડોક્ટર અને પત્રકાર વચ્ચેની ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ડોક્ટરોની ટીમે વિજય મેળવ્યો હતો. જેથી વિજેતા ટિમો સહિત ચારેય ટીમના કેપ્ટન તેમજ મેચમાં સારો દેખાવા કરનારા ખેલાડીઓને કલેકટર, એસપી, ડીવાયએસપી વગેરે અધિકારીઓના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પોલીસની ભાગદોડ ભરી કામગીરીને કારણે તણાવ રહિત વાતાવરણ ઉભું થાય તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તેમજ આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે બે ફ્રેન્ડલી મેચો રમાઈ હતી. પોલીસ અને રેવન્યુ તેમજ પત્રકારો અને ડોક્ટરો વચ્ચે એકદમ તંદુરસ્ત વાતાવરણમાં આ મેચો રમાઈ હતી. કોઈ ગળાકાપ હરીફાઈ વગર એકદમ હળવાશથી એકબીજાની નજીક આવે અને આત્મીયતાના સંબંધો બંધાય તેવું અનોખું વાતાવરણ રાચાયું હતું. પોલીસ અને રેવન્યુ તેમજ પત્રકારો અને ડોક્ટરો વચ્ચેની આ ફ્રેન્ડલી મેચમાં સ્પર્ધા કે જીતવા માટે નહીં પણ પરંપરા સંવાદનો સેતુ સધાય તે માટે આ મેચો રમાઈ હતી અને પોલીસ અને રેવન્યુ તેમજ પત્રકારો અને ડોક્ટરોએ એકદમ ખેલદીલીથી રમત રમીને પરસ્પર મૈત્રીનું વાતાવરણ સર્જ્યું હતું.