મોરબી : મોરબીમાં આગામી તારીખ 2 જૂનના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી તારીખ 2 જૂન ને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિર યોજાશે. જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની 14 થી 25 વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓ માર્ગદર્શન આપશે. આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. તો આ શિબિરમાં બહોળી સંખ્યામાં દીકરીઓ અને નવપરણિત મહિલાઓ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.