મોરબી : કોરોના હવે ગાયબ થયો હોય બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોનાને મહામારી ન હોવાનું જાહેર કરી દીધું હોવાથી હવે રાજ્ય સરકાર કોરોનાના અપડેટ આપવાનું બંધ કર્યું છે. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નિલમ પટેલે જણાવ્યું છે કે વૈશ્વિક બીમારી કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વ પર ભરડો લીધેલ તે દરમ્યાન આ મહામારીને અટકાવા તેમજ નિયંત્રણમાં લેવા સારૂ રાત દિવસ અથાગ પ્રયાસો કરાયા હતા. વધુમાં જણાવવાનું તા.૦૬.૦૫.૨૦૨૩ નાં રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ 'કારોના એ વૈશ્વિક મહામારી રહી નથી' તેમ જાહેર કરવામાં આવેલ છે. જે સબબ આજથી કોવિડ-૧૯ અન્વયે મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતી અખબારી યાદી એટલે કે પ્રેસ નોંધ આપવાનું બંધ કરવામાં આવે છે.