મીઠાના કારખાનામાં કામ કરતા ઇન્ચાર્જ મામલતદાર બનતા પરિવારમાં ખુશી હળવદ : હળવદના મામલતદાર અને હળવદ નગરપાલિકાના વહીવટીદારે તાજેતરના સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા આ ખાલી પડેલી જગ્યા ઉપર હળવદના સર્કલ ઓફિસરની હાલના તબબકે નિમણૂક કરવામાં આવી છે અને હળવદના સર્કલ ઓફિસરને મામલતદારનો ચાર્જ સોપાયો છે. તાજેતરમાં હળવદના મામલતદાર ભાટીએ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા હતા. આ હળવદના મામલતદાર હળવદ પાલિકાના વહીવટીદાર પણ હોય તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થતા હળવદના મામલતદાર અને પાલિકાના વહીવટીદારની જગ્યા ખાલી પડી હતી. આથી હળવદમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચિંતન આચાર્યને આજે હળવદ મામલતદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચિંતનભાઈ હળવદના જ વતની હોવાની સાથે તેમના પિતા મીઠાના કારખાના કામ કરે છે અને મીઠાના કારખાનામાં કામ કરતા પરિવારનો પુત્ર હાલમાં ઇન્ચાર્જ મામલતદાર બનતા તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે.