મોરબીઃ રાજ્ય સરકાર આગામી તારીખ 1 જૂન, 2023 થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરશે. તેથી મોરબી જિલ્લામાં મગનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ 29 મે સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે, આ વર્ષે મગનો ટેકાનો ભાવ 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે અને 1 જૂનથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ થશે. તેથી જે ખેડૂતો ટેકાના ભાવે મગ વેચવા માંગતા હોય તેઓએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફત નાફેટના ઈ સમુદ્ધિ પોર્ટલ પર 29 મે સુધીમાં નોંધણી કરાવી લેવી.