મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટી ખાતે આગામી તારીખ 28 મે ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડનું રામામંડળ ભજવવામાં આવશે. જેમાં રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે નાગજીભાઈ મોહનભાઈ જશાપરા, બળદેવભાઈ નાગજીભાઈ જશાપરા અને પાર્થભાઈ બળદેવભાઈ જશાપરા દ્વારા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.