ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આયોજન મોરબીઃ ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આજરોજ પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશનનો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણવાડીના 70થી વધુ બાળકોને આખું વર્ષ દરેક મહિનાનાં પુષ્ય નક્ષત્રમાં ક્લબ દ્વારા સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. જેની શરૂઆત આજે 25 મેથી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના દાતા દિલીપભાઈ આયર અને પ્રોજેક્ટમાં સહયોગ આપનાર વૈદ્ય રાજુભાઈ પરમારનો ક્લબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ક્લબના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો અને ક્લબના પ્રમુખ મયૂરીબેન કોટેચાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.