હળવદ : હળવદ તાલુકાના જુના નવા સુંદરગઢ નજીક આવેલ બ્રાહ્મણી નદીના પટ્ટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓનું વ્યાપક દુષણ પ્રવર્તી રહ્યું છે ત્યારે હળવદ પોલીસે જુના સુંદરગઢ નજીક બ્રાહ્મણી નદીના કાંઠેથી લાલા નામની વ્યક્તિની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે, લાલો પોલીસને હાથ આવ્યો ન હતો. હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે તાલુકાના જુનાસુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે બાવળના ઝુન્ડમાં દરોડો પાડી લાલો રઘુભાઈ ચરમારી રહે.નવા સુંદરગઢ વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ રૂપિયા 2000ની કિંમતનો ઠંડો આથો, દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી લાલો ચરમારી હાજર નહિ મળી આવતા પોલીસે લાલાને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.