હળવદ પંથકમાં હડકાયા કૂતરાનો આંતક, બે બાળકો અને એક મહિલાને બચકા ભર્યા

- text


હડકાયા કૂતરાએ માણસો ઉપરાંત પશુઓને પણ બચકા ભરતા ભયનો માહોલ

હળવદ : પંથકમાં હડકાયા કૂતરાએ આંતક મચાવી બે બાળકો અને એક મહિલાને બચકા ભર્યા હતા. જો કે આ હડકાયા કૂતરાએ માણસો ઉપરાંત પશુઓને પણ બચકા ભરતા ભયનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો. આ હડકાયા કૂતરાએ ગામના બે બાળકો અને એક મહિલાને કરડતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે હડકાયા કૂતરાએ આ બે બાળકો અને એક મહિલાની સાથે પશુઓને પણ કરડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.આજે બપોરે આ કૂતરાને મારી નાખવામાં આવ્યું હતું.

- text

- text