મોરબી : માળીયાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરેથી મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ સાધનોનો લાભ લેવાની અપીલ કરાઈ છે. માળીયાના વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદીર ખાતે તા.17/5/23 થી દર્દીઓ માટે મેડિકલ સાધનો નિશુલ્ક ભાડેથી આપવાનુ ચાલું કરેલ છે , જેમાં દર્દીની જરૂરિયાત અનુસાર પલંગ, ખુરશી, વ્હીલચેર, વોકર, તથા અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ છે, જેથી આસપાસનાં સર્વ જ્ઞાતીજનોએ આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.