મોરબીમાં આયોજિત ફ્રી નિદાન કેમ્પમાં ૬૧૬ દર્દીઓએ લાભ લીધો મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રી નિદાન, ડાયાબિટીસ ચેક અપ તથા ફ્રી દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૧ ડોક્ટર્સની ટીમે સેવા આપી હતી. આ ફ્રી નિદાન કેમ્પનો કુલ ૬૧૬ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં હાડકાનો બોન મિનરલ ડેન્સીટીના રિપોર્ટ ૧૪૪ દર્દીઓને ફ્રી કરી આપ્યા હતા. આ કેમ્પમાં સેવા આપવા બદલ સર્વે ડોક્ટર્સનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.