મોરબીમાં આઈઆઈએફએલ ફાયનાન્સ દ્વારા 2000ની નોટ સ્વીકારવાનો સ્પષ્ટ નનૈયો : ગ્રાહકો હેરાન મોરબી : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ આગામી 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 2000ની ચલણી નોટ ચલણમાં જ હોવાની જાહેરાત છતાં મોરબીના સામાકાંઠે આવેલ આઈઆઈએફએલ ફાયનાન્સ કંપની દ્વારા લોન લેનાર ગ્રાહકો લોનના નાણાં ભરવા આવે ત્યારે રૂપિયા 2000ની નોટ જમા કરાવવા આવે તો સ્પષ્ટ નનૈયો ભણી દઈ અમને ઉપરથી મનાઈ છે ! 2000ની નોટ નહીં લઈ જાવ કરો RBIમાં ફરિયાદ કરો તેવી શેખી મારવાનું શરૂ કરતા ગ્રાહકો પરેશાન થઇ ઉઠ્યા છે. મોરબી શહેરના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ આઈઆઈએફએલ ફાઇનાન્સમાંથી લોન લેનાર યુવરાજસિંહ વાઘુભા જાડેજા રહે.યોગીનગર વાળા પોતાની ગોલ્ડ લોન ની ભરપાઈ કરવા માટે ગયેલા ત્યારે ત્યાં હાજર કર્મચારીએ 2000 રૂપિયાની નોટ ચલણમાં ૩૦ સપ્ટેમ્બર સુધી રેહવાની હોવા છતાં લેવાની નાં પાડતા તેમના અધિકારી સાથે ફોન માં વાતચીત કરી હતી અને તેમ છતાં અધિકારીએ 2000ની નોટ સ્વીકારવા ઇન્કાર કરી દેતા ગ્રાહક મુશ્કેલીમાં મુકાયા છે.આ વાતચીતનો ઓડિયો પણ હાલ વાયરલ થયો છે. વધુમાં સામાન્ય માણસ માટે તકલીફોનો પહાડ ઉભો કરનાર વ્યક્તિ અને સંસ્થા ઉપર રિઝર્વ બેંકે કોઈ નક્કર નિર્ણય કરવો પડે તેવી સ્થિતિ વચ્ચે હાલમાં નાના લોકોને આ રીતે હેરાન કરી બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ મોટા માથાનાં પૈસાની અદલા બદલી કરી દેવા માટે અને કાળા નાણાંમાં કમિશન ખોરી કરવા માટેથી આ વર્તન કરી રહ્યા હોઈ એવું અત્યારે ઘણા લોકો અનુભવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.