મોરબી: તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અનેક જગ્યાએ 2000ની નોટ સ્વીકારવામાં નથી આવી રહી. ત્યારે પેટ્રોલિયમ ડીલરને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2000ની નોટ સ્વીકારી લેવામાં આવે. એસોસિએશન દ્વારા દરેકને જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સર્ક્યુલર પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં ભરી આપવામાં આવશે. તેથી દરેક ડીલરે આદેશનું પાલન કરવું અને દરરોજના વેપાર પ્રમાણે રકમ બેંકમાં ડિપોઝિટ કરવી તેમ એસોસિએશનના ધીમંત ઘેલાણીએ જાણકારી આપી છે.