મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ધુનડા ચોકડી પાસેથી રીઢા બાઇક ચોરને પકડી પાડી પૂછતાછ કરતા તે 8 બાઇક ચોરી અને 3 દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ધુનડા ચોકડી ખાતેથી સાગરભાઈ જાગાભાઈ ગોલતર ઉ.વ.૨૦ રહે. ઓટાળા તા.ટંકારાવાળાને રોકી મોટરસાયકલના કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહું મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી,પો.સ્ટે ગુ.ર.નં.૮૨૧૮૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનું ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં વધુ તપાસ આદરતા આ શખ્સ સામે વાહન ચોરીના કુલ 8 કેસ અને દારૂના 3 કેસ નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોથીયા, એએસઆઈ રાજદીપસિહ પ્રતાપસિંહ, હેડ કોન્સ. કિશોરભાઇ મેણંદભાઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઇ દેવશીભાઇ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ, કોન્સ. હિતેષભાઇ વશરામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, અરજણભાઇ મેહુશભાઇ, અરજણભાઇ મેહુરભાઇ રોકાયેલ હતા.