ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા આઠ જુગારીઓને રોકડા રૂપિયા 13,400 તેમજ 100 રૂપિયાની કિંમતની ટોર્ચ લાઈટ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપૂજક વાસ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા જગદીશ ચકુભાઈ કારેલીયા, હરખજી પરસોત્તમભાઈ ભૂત, સાદુર શિવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ હીરાભાઈ ગોરીયા, દિનેશ લાલજીભાઈ સાબરીયા, મુળજીભાઈ ટપુભાઈ મકવાણા અને લખમણ ધનજીભાઈ સુરેલાને રોકડા રૂપિયા 13,400 તેમજ રૂપિયા 100ની કિંમતની ટોર્ચ લાઈટ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.