મોરબી : તાજેતરમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટિંગ ચેમ્પિયનશિપ- ૨૦૨૩માં મોરબીની શ્રેયાંશી રમણીકલાલ પરમારએ ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લા તથા સતવારા સમાજનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ખાતે ગત તારીખ ૧૩ અને ૧૪ મેના રોજ ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૩ નું આયોજન થયું હતું. જેમાં ગુજરાતભરના ખેલાડીઓએ રાયફલ અને પિસ્તોલ શૂટિંગમાં ભાગ લીધો હતો. જેમાં 0.177 Air Pistol (ISSF) Youth Women ઈવેન્ટમાં ધોરણ ૧૨ માં ભણતી મોરબીની શ્રેયાંશી પરમારે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં શ્રેયાંશી પરમારે સારો દેખાવ કરીને ૬૦૦ માંથી ૫૪૯ સ્કોર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આગામી સમયમાં ભોપાલમાં યોજાનારી 21st Kumar Surendra Singh MemorialShooting Championship (KSS) માં ભાગ લેવા જઇ રહી છે. ઇન્ડીયા ટ્રાયલ્સ (National) માટે કવોલીફાઇડ થયેલ છે.શ્રેયાંશી પરમારે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબી તથા સતવારા સમાજનું ગૌરવ વધાર્યું છે.