મોરબી :મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આગામી તા.22ના રોજ 8-30થી 11-30 દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી,શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે બીજી વખત આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્ર સરવૈયાની ગૌકથા આરોગ્ય કથા અને રાષ્ટ્ કથા યોજાશે.આ આરોગ્ય કથામાં હદર્ય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન વધતું સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન અપાશે. આ આરોગ્ય કથાનો મોરબીની તમામ જનતાને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.