૬ થી ૧૮ વર્ષની ઉમર સુધીની અનાથ, નિરાધાર, આશ્રય રહિત, એકવાલી વાળા, માતા-પિતાની ગંભીર માંદગી હોય તથા કુદરતી અને કૃત્રિમ આપતિઓનો ભોગ બનેલ હોય તેવી દીકરીઓને પ્રવેશ મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ દીકરીઓ માટેના બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ શરૂ થયો છે. અહીં ૬ થી ૧૮ વર્ષની ઉમર સુધીની અનાથ, નિરાધાર, આશ્રય રહિત, એકવાલી વાળા, માતા-પિતાની ગંભીર માંદગી હોય તથા કુદરતી અને કૃત્રિમ આપતિઓનો ભોગ બનેલ હોય તેવી દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે. બાળ સંભાળ ગૃહ જુવેનાઇલ જસ્ટીસ (કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો) એક્ટ – ૨૦૧૫ ની કલમ – ૫૦ હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે. પ્રવેશ આપવામાં આવેલ દીકરીઓને શિક્ષણ, આશ્રય, આરોગ્ય, અને ખોરાક જરૂરી તમામ સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે. બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ આપવામાં આવેલ તમામ દીકરીઓની વ્યક્તિગત દેખરેખ રાખવામા આવે છે.જેમાં દીકરીઓનું કાઉન્સેલિંગ કરી બાળકોના રસના વિષયો મુજબ અભ્યાસ અને વ્યક્તિગત વિકાસ માટે અલગ-અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે. બાળ સંભાળ ગૃહ દ્વારા આધુનિક સુવિધાઓ જેવી કે ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ, ઋતુ પ્રમાણેની તમામ સુવિધાઓ, મનોરંજન માટે ટેલિવિઝન અને રમત ગમતના વિવિધ પ્રકારના સાધનો અને વિશાળ મેદાનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.બાળ સંભાળ ગૃહ માં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને કર્મચારીઓ દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી અને સંસ્કાર સિંચન અને પરિવાર જેવુ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. બાળ સંભાળ ગૃહ માં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓના સર્વાંગી વિકાસ તેમજ સર્વશ્રેષ્ઠ હિતની કામગીરી બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિ મોરબીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. બાળ સંભાળ ગૃહમાં ૧૦૦ દીકરીઓની ટોચ મર્યાદા હોય, જેથી પ્રવેશ મેળવવા માગતા વાલીઓએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દીકરીઓને આશ્રય માટે મૂકી શકે છે. બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ માટેનો અંતિમ નિર્ણય બાળ કલ્યાણ સમિતિ-મોરબી દ્વારા લેવામાં આવશે તથા મોરબી જિલ્લાની દીકરીઓને પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ મેળવવા માટે આ નંબર ઉપર સંપર્ક કરો નિરાલીબેન જે. જાવિયા અધિક્ષક, ચિલ્ડ્રન હોમે ફોર ગર્લ્સ, મોરબી મો.નં.૯૯૭૯૪૬૯૫૦૨ દમયંતિબેન બી. નિમાવત ગૃહમાતા વિકાસ વિધાલય- મોરબી મો.નં.૯૪૨૮૨૧૦૧૪૯ રિતેશભાઇ ગુપ્તા- સંસ્થાકીય સંભાળ અધિકારી, જીલ્લા બાળ સુરક્ષા એકમ મો.નં.૯૫૮૬૪૦૫૪૫૩