મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી તા.2 જૂનના હિન્દુ સામ્રાજ્ય દિન ઉત્સવ નિમિત્તે ટંકારા ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી તા.2 જૂનના રોજ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ થઈ રહ્યા હોય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.2જૂનના રાત્રે 8.30 કલાકે ટંકારા ખાતે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રાનો પ્રારંભ ટંકારા જુના ગામમાં આર્યસમાજ તેથી થશે અને નવા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીના ગરબી ચોકમાં શિવાજી મહારાજના જીવન વૃતાંત કથન સાથે પુર્ણાહુતી થશે. દરેક હિન્દુ સંગઠનોની ટીમ તેમજ દરેક હિન્દુ સમાજને આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા યોગીરાજસિંહ જાડેજા રસનાળ ( શ્રી રાજપુત કરણી સેના જામનગર પ્રાંત સોશિયલ મીડિયા ઇન્ચાર્જ , રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( RSS ) ટંકારા તાલુકા ગતિવિધિ ઉપ પ્રમુખ , શ્રી અખંડ રાષ્ટ્ર હિન્દુ સેના ( AHS ) મોરબી જિલ્લા પ્રમુખ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.