મોરબીના જાંબુડિયા નજીક આવેલ વિન્ટેલ સિરામિક ફેકટરીની ઓરડીમાં બનેલ બનાવ મોરબી : મોરબીના જાંબુડિયા નજીક આવેલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં શ્રમિકે મોટી ટાઇલ્સમાંથી બનાવેલ સેટી ઉપર સુતેલી બાળકી સેટી ઉપરથી નીચે પટકાતા હેમરેજ થવાથી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ વિન્ટેલ સીરામિક ફેકટરીમાં કામ કરતા ઝારખંડના વતની કરણભાઈ લખનભાઈ રામ નામના શ્રમિકે પોતાની ઓરડીમાં મોટી ટાઇલ્સ ગોઠવી સેટી બનાવી હતી. આ સેટી ઉપર તેમની 2 વર્ષીય બાળકી કીર્તિ સૂતી હતી ત્યારે અકસ્માતે સેટી ઉપરથી બાળકી નીચે પટકાતા બાળકીને માથામાં હેમરેજ જેવી ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.