ટંકારા : ટંકારાના ખીજડિયા રોડ ઉપર સલીમભાઈના ફાર્મ હાઉસમાં કામ કરતો છોટેલાલ બાબુભાઇ મલરામ ઉ.21 નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફાર્મ હાઉસમાં ઉંદર મારવાની દવા પી લેતા પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ટંકારા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે.