અધિનિયમ 1963 કલમ 45 ડી મુજબ આ યાદી નગરજનો સમક્ષ મુકવાની માંગ મોરબી : મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખએ નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 45 ડી મુજબ કરેલા કામોની અને કરેલ ખર્ચની યાદી જાહેર કરવાની માંગ ઉઠાવી છે. મહેશ રાજ્યગુરુએ જણાવ્યું છે કે નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 45 ડી મુજબ આપાતકાળમાં નગરપાલિકાના પ્રમુખને મળેલ અધિકાર અન્વયે ખર્ચ કરી શકે છે પરંતુ કરેલ ખર્ચ જનરલ બોર્ડમાં મંજુર કરાવવાનો હોય છે અને એ કામ કેમ જરૂરી છે. તેનો અહેવાલ આપવો જરરી છે. પરંતુ નગરપાલિકામાં છેલ્લા બેવર્ષમાં પ્રમુખે 45 ડી મુજબ કરેલા ખર્ચ જનરલ બોર્ડમાં ચુટેલા સદસ્યોએ નામંજૂર કરેલ છે મોરબી નગરપાલિકાના પ્રમુખએ કલમ 45ડી મુજબ ક્યા ક્યા કામો કરેલા છે કયા કયા વિસ્તારમાં કામો કરેલા છે કેટલો ખર્ચ આ કામોમાં કરવામાં આવેલ છે ખરેખર આ કામો કરેલા ત્યારે આપાતકાલ હતો ખરો જો તે સમયે આપાતકાળ હોય તો ક્યા સમય દરમિયાન હતો તે તમામની જાણકારી મોરબી શહેરની નગરપાલિકામાં ટેક્સ ભરતી પ્રજાને જાણવાનો પૂરો અધિકાર છે કારણ કે આ જે કંઈ કામો થયા છે તે પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયાથી થયા છે. ત્યારે મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને રજૂઆત છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખએ નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 45 ડી મુજબ કરેલા કામોની અને કરેલ ખર્ચ કયા કયા કામો કયા કયા વિસ્તારમાં તેની યાદી પ્રજાની જાણકારી માટે નોટિસ બોર્ડ અને દૈનિક વર્તમાન પત્રમાં જાહેર કરવા માટે માગણી છે આ યાદી જાહેર કરવામાં નહીં આવે તો ના છૂટકે નગરપાલિકા સામે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ના છૂટકે ન્યાયપાલિકામાં ન્યાય માટે જવાની ફરજ પડશે. તેમ મહેશ રાજ્યગુરુ- મહા મંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.