મોરબી : માળીયા શહેરના તળાવ કાંઠે પોલીસે દરોડો પાડી આરોપી સલીમ દિલાવરભાઈ જેડાએ છુપાવેલ રૂપિયા 13,125ની કિંમતનો 35 બોટલ વિદેશી દારૂ તેમજ 10 નંગ બિયર ટીન કિંમત રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 14,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.