મોરબી : મોરબી સબ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા તા વિનોદભાઈ એમ. ચાવડાને જેલ ઈન્સપેકટર જનરલ કે. એલ. એન. રાવ દ્વારા મોરબી સબ જેલ ખાતે સુબેદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. વિનોદભાઈને આ પ્રમોશન મળવા બદલ મોરબી જેલ અધિક્ષક ડી. એમ ગોહેલ, જેલર પી. એમ.ચાવડા, સુબેદાર અતુલભાઈ તેમજ મોરબી જેલના તમામ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.