મોરબી: ઔ. ગુ. સા. ચા. બ્રાહ્મણ ભટ્ટ જયંતિલાલ ગીરજાશંકર (ઉ.વ.૮૫, મુળ માણેકવાડા (મોરબી), હાલ લીમડા (હનુભા) નિવાસી) તે સ્વ. નાનાલાલ, સ્વ. જેઠાલાલ, સ્વ. કસ્તુરબેન બાલાશંકર જાનીના નાનાભાઈ, સ્વ. પ્રભાબેન મનહરલાલ યાજ્ઞિકના મોટાભાઈ, જગદીશભાઈ ભટ્ટ (નવજીવન હાઈસ્કુલ, લીમડાના પૂર્વ આચાર્ય)ના કાકા, સ્વ. સવિતાબેન ભાનુશંકર શુક્લના જમાઈ, ડિમ્પલભાઈ, યોગીરાજભાઈ, રોહિણીબેન ત્રિવેદી(મોરબી), યોગીતાબેન જોષી, મમતાબેનના પિતાનું તા. ૧૩ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. ૧૮ને ગુરુવારે સાંજે ૨ થી ૫ કલાકે મુ. માણેકવાડા, તા. જી. મોરબી ખાતે રાખ્યું છે.