મોરબી : મોરબીના હરિપર કેરાળા રોડ ઉપર આવેલ એરીડોન પેપરમિલ નામના કારખાનામાં કામ કરતા નારણભાઇ કૈલાશભાઈ ગામદ ઉ.23 નામના શ્રમિકનો પગ લપસી જતા મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.