હળવદના જુના દેવળીયા પટેલ સમાજવાડી ખાતે આયોજન કરાયું મોરબી : લગ્નપ્રસંગમાં ઝાકમઝોળ કરી ખોટા ખર્ચને તિલાંજલિ આપવાના ઉદ્દેશ્યથી આજે મોરબી જિલ્લામા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા હતા. ગઈકાલે એક સાથે પાંચ ઘડિયા લગ્ન લેવાયા બાદ આજરોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની પ્રેરણાથી હળવદ તાલુકાના જુના દેવળીયા પટેલ સમાજ વાડી ખાતે વધુ બે ઘડિયાલગ્ન લેવાયા હતા જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ. બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાના સુપુત્ર ચિ. રિકીન કુમાર સાથે યોજાયા હતા. આ સાથે જ રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયાના સુપુત્ર ચિ. ડેનિસ કુમારના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાની સુપુત્રી ચિ.કોમલબેન સાથે યોજાયા હતા. આ ઘડિયા લગ્ન પ્રસંગે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાસભાઈ થાદોડા, બાલુભાઈ આઘારા, ભોરણીયાભાઈ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા.