મોરબીઃ આવતીકાલે તારીખ 17 મે ને બુધવારના રોજ વિવિધ ફીડરમાં સમારકામ માટે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આવતીકાલે 17 મેના રોજ સવારે 6-30 થી બપોરે 12-20 વાગ્યા સુધી મોરબીના વેજીટેબલ ફિડર હેઠળના ભીમસર(મફતિયાપરા), પંચમુખી હનુમાન મંદિર, સ્મસાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસાયટી, જિલ્લા સહકારી દૂધની ડેરી, ઉમા ટાઉનશીપ તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જ્યારે દરબારગઢ ફિડર હેઠળના દફતરી શેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી, સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી, ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાશર શેરી, ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત આવતીકાલે બુધવારે સવારે 6-30 થી બપોરે 12-30 વાગ્યા સુધી ટંકારાના અમારાપર ફિડર હેઠળના અમરાપર ગામ, ટોળ ગામ તથા ટંકારા ગામની ઉગમણી સીમની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.