મોરબીઃ આવતીકાલે તારીખ 17 મે ને બુધવારના રોજ નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલના મોરબી વિભાગ હેઠળ આવતા 11 કેવી મહેન્દ્રનગર ઇન્ડસ્ટ્રીયલમાં સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે જેના કારણે આ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વધુમાં વીજ કપ અન્વયે મહેન્દ્રનગર ઇન્ડસ્ટ્રીયલ ફીડર હેઠળના ટિમ્બડીના પાટીયાથી માળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી, રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશીપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરાનગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.