મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારોમાં તા. ૧૭ના રોજ મેન્ટેનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. ઘુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તારમા સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર- ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.