ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે ખુલ્લી ગટર ભૂગર્ભની કુંડી જોખમી બની છે ગમે ત્યારે કોઈ આ કુંડીમાં ખાબકે તેવી ભીતિ સેવાય રહી છે. આથી તંત્ર વહેલી તકે જાગીને આ બાબતે યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠી છે. મોરબી નગરપાલિકાને સપુરસિડ કર્યા બાદ વહીવટીદારનું શાસન આવતા પ્રજાકીય કામોની ઘોર ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે ગટરની સમસ્યા તો વર્ષોથી સળગતી છે. વર્ષોથી ગટર પ્રશ્ને જરાય ધ્યાન આપવામાં આવતું નથી. ઠેરઠેર ખુલ્લી ભૂગર્ભનું કુંડીઓ જોખમી બની છે. ત્યારે મોરબીના હાર્દ સમાં શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે છેલ્લા 10 દિવસથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી છે. માથેનું ઢાંકણું કોઈ વજન પડતા તૂટી ગયું છે. અહીંયા રિપેરીગ માટે કુંડી ખોલ્યા બાદ ઢાંકણું ન બદલાવતા આ ખુલ્લી કુંડી જોખમી બની છે. રોડની વચ્ચે હોય ભારે વાહનોની અવરજવર હોવાથી ખુલ્લી કુંડીમાં અકસ્માત થાય તેવી ભીતિ છે. આથી આ ખુલ્લી કુંડી ગમે ત્યારે કોઈનો ભોગ લે તેવી દહેશત છે. આમ તો શહેરમાં ઘણી જગ્યાએ ખુલ્લી કુંડીઓ આવેલી હોય જે જોખમી બની છે અને ગમે ત્યારે અકસ્માત નોતરે તેવી દહેશત છે. તેથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.