માળિયા : માળિયા તાલુકાના ભાવપર ગામે યુવકને માથા ઉપર ધોકાનો ઘા મારીને કરાયેલ હત્યાના બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામે રહેતા ધીરૂભાઇ નરશીભાઈ કાળુ (ઉ.વ.૪૦) એ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૩-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને તેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને સામે વાળા સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ જેથી ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ જે બાબતેનુ મન દુખ રાખી આરોપી છગનભાઇ તથા કેશાભાઈ તથા ભરતભાઈ તથા ગીતાબેન તથા છગનભાઈના પત્નીએ ફરીયાદી તથા બટુકભાઈ નરશીભાઈ કારુને ભુંડાબોલી ગાળો આપી આરોપી કેશુભાઈ, ભરતભાઈ, ગીતાબેન તથા છગનભાઈના પત્ની એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇએ ફરીયાદીને ધોકાથી માથાના ભાગે બે ઘા મારતા પાંચ ટાંકા આવેલ અને બટુકભાઇ નરશીભાઇ કારુ ઉ.વ.૪૫ વાળા વચ્ચે પડતા આરોપી છગનભાઇએ માથામાં ધોકો મારતા માથામાં ઇજા થતા પોહચતા બટુકભાઈનુ મોત નિપજ્યું હતું. જેને પગલે પોલીસે આરોપી છગનભાઇ બચુભાઈ કાળુ, કેશુભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઇ, ગીતાબેન ભરતભાઈ, સંગીતાબેન છગનભાઇ રહે. ભાવપર તા. માળીયા (મી) વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.