વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા (લૂણસર) પી.એચ.સી. દ્વારા આજે રોજ તારીખ 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિતે મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડા, એમ પી.એચ.એસ. રાજેશ ચાવડા તથા તમામ MPHW અને CHO તમામ દ્વારા આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી દ્વારા ગામમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ ન ફેલાઈ તેના અનુસંધાને પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જનજાગૃતિ માટે માઈકિંગ અને સાથે સાથે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.