ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે બનેલ બનાવના ચાર વિરુદ્ધ ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે અમારા ઘર સામે બારી કેમ મૂકી કહી ચાર ઈસમોએ આધેડ ઉપર હુમલો કરતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અશોકભાઇ ભગવાનજીભાઇ સંધાણી પટેલ સાથે ઝઘડો કરી આરોપી અનીશભાઇ ઇશાભાઇ, નજીર ઇશાભાઇ, અરમાન ઇશાભાઇ અને ઇરફાનભાઇ અલીભાઇએ અમારા ઘર સામે બારી કેમ મૂકી કહી ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે માર મારવાની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે અશોકભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.