હળવદ : હળવદના ટીકર ગામે લાગેલી શંકાસ્પદ આગમાં પશુધનનો ધાસચારો ભસ્મીભૂત થઈ જતાં માલધારી પરિવારને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ માલધારી પરિવારને સહાય મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. રમેશભાઈ રબારીએ રાઘવજીભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, 14 મેના રોજ ટીકર ગામે કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં એકાએક આગ લાગતા પશુધન માટે રાખવામાં આવેલો આશરે 4 હજાર મણ જેટલી કડબ, ભુસો વગરે પશુ ખાણ આગમાં નાશ પામેલ છે અને આશરે 10 લાખનું નુકસાન થયું છે. ત્યારે આ અંગે ઝડપથી ન્યાયિક તપાસ કરીને માલધારી પરિવારને પશુધનના ખાધા ખોરાકી માટે સરકારી રાહે સત્વરે સહાય મળે તેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી માંગ કરી છે.