હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વોકળા કાંઠે દારૂ છુપાવી વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી ચરાડવા ગામે રહેતા આરોપી મેરુ અરજણભાઈ ચૌહાણને ઝડપી લઈ મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 6000 નો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.