મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર કાજરડા ગામના પાટિયા પાસે આવેલ હોનેસ્ટ હોટલ નજીક જીજે - 12 - Z - 4391 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે અચાનક ડાબી બાજુ વળાંક વાળી લેતા બાઈક લઈને જઈ રહેલા સબીરભાઈ નૂરમામદભાઈ ત્રાયા ઉ.20 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા સિકંદરભાઈ કાસમભાઈ સંધવાણીને ઇજાઓ પહોચતા ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.